Browsing all articles tagged with બાળ રમૂજ - ગુર્જરનગરી .કોમ - Gurjarnagri.com | Gurjar Nagri Gujarati Portal
Mar
10

રમૂજ ૪

શિક્ષક: બેમાંથી બે જાય તો કેટલા રહે?

ભૂરો: સર સમજણ નથી પડતી. કોઈ ઉદાહરણ આપો.

શિક્ષક: ધારો કે તારી પાસે બે રોટલી છે. તું બંને રોટલી ખાઈ જાય તો પછી શું વધે?

ભૂરો: સાહેબ શાક જ વધે ને!

Mar
10

રમૂજ ૩

એક દાદીમાં આકાશ તરફ જોઈને બોલ્યા, હે પ્રભુ! હવે તો જિંદગીથી કંટાળી ગઈ છુ. તમારી પાસે બોલાવી લો તો સારું. એટલામાં યમદૂત દેખાયા.

યમદૂત: ચાલો દાદીમાં, હું તમને લેવા આવ્યો છું.

દાદીમાં: હે રામ! શું જમાનો આવ્યો છે. હવે તો અમે ઘડી-બે ઘડી મજાક પણ ન કરી શકીએ.

Mar
10

રમૂજ ૨

મોહનલાલ મોટેથી છાપું વાચી રહ્યા હતા. શહેરમાં કમળાએ ૫૦ માણસોને મારી નાખ્યા.

ટપુડો: બાપ રે! કમળા કાકી આટલા ખતરનાક છે તેની તો મને આજે ખબર પડી.

Mar
10

રમૂજ ૧

ચંગુ અને મંગુ સાઈકલ લઈને ફરવા જઈ રહ્યા હતા. અચાનક ચંગુએ સાઈકલ ની ઝડપ વધારી દીધી.

મંગુ: અરે! તે અચાનક ઝડપ કેમ વધારી દીધી?

ચંગુ: અરે યાર! બ્રેક ફેઈલ થઇ ગઈ છે. કોઈ અકસ્માત થાય તે પહેલા ઘરે પહોંચી જઈએ.

Google Plus Circle

Subscribe to our Newsletter

To subscribe to our dandy newsletter simply add your email below. A confirmation email will be sent to you!

Categories

Recent Posts

Tags

Partner Sites

Jaherat.com Ayurvedicherbaltips.com