Browsing all articles in ઉખાણાં
Sep
1

ઉખાણાં ૨૦

માથે તાજ શોભતો,

મેઘ દેખી એ નાચતો.

ગળું ફાડી એ બોલતો,

જંગલની શોભા વધારતો.

– મોર

Sep
1

ઉખાણાં ૧૯

એક જનાવર એવું,

જે લાગે સૌથી મોટું.

ક્યારેય ન કૈઈ બોલતું,

મૌન સદા એ રહેતું.

– જિરાફ

Sep
1

ઉખાણાં ૧૮

એક નગરમાં ઘણા ચોર,

તે ચોરોનાં મોં કાળા.

પૂંછ પકડી ઘસો તો,

ઝટ થાઈ અજવાળાં.

– દીવાસળી

Sep
1

ઉખાણાં ૧૭

સીટી લઇ હાથમાં,

પગ પછાડતો ચાલે.

સૂતાની ફિકર નહિ,

સીટી મોટેથી વગાડે.

– ચોકીદાર

Apr
28

ઉખાણાં ૧૬

વાણી નહીં પણ બોલી શકે,

પગ નથી પણ ચાલી શકે,

વાગે પણ કાંટા નહીં,

પણ એના ઈશારે દુનિયા ચાલે.

– ઘડિયાળ

Apr
28

ઉખાણાં ૧૫

પીઠે મારે ઢેકો,

ને ઉંચી છે ડોક,

વાહન તરીકે રાખે,

મને રણના લોક.

– ઊંટ

Apr
28

ઉખાણાં ૧૪

ગણ ગણ ગુંજન કરે,

ને કાન આગળ ગાય,

ચટકો તો એવો ભરે કે,

આવે ટાઢિયો તાવ.

– મચ્છર

Apr
28

ઉખાણાં ૧૩

પીળો છે મારો રંગ,

મીઠી મારી સુગંધ,

નાના-મોટાનું છું વહાલું,

તો બોલો હું ફળ કયું.

– કેળું

Mar
25

ઉખાણાં ૧૨

માથે આગ લેતી,

ધીરે આંસુડા સારતી,

મીણથી હું બનીને,

સૌને પ્રકાશ દેતી,

– મીણબતી

Mar
25

ઉખાણાં ૧૧

પાંખો છે, પણ હું પંખી નથી,

ચાંદો નથી તારો પણ નથી,

છતાં અંધારામાં ચમકું,

તો કહો દોસ્ત કોણ હું?

– આગિયો

Google Plus Circle

Subscribe to our Newsletter

To subscribe to our dandy newsletter simply add your email below. A confirmation email will be sent to you!

Categories

Recent Posts

Tags

Partner Sites

Jaherat.com Ayurvedicherbaltips.com