Browsing all articles in શાયરી
Sep
29

શાયરી ૧૯

જે મારું હતુ એને મારું કહી ના શક્યા
આંખમાં આંસુ હતા પણ અમે રડી ના શક્યા
એક દી એણે કહ્યું મળીશું સપના માં
અને મારું નસીબ તો જુઓ એજ રાત્રે અમે સૂઇ જ ના શક્યા.

Sep
29

શાયરી ૧૮

મુહોબ્બતના સવાલોના કોઈ જવાબ નથી હોતા,
અને જે હોય છે તે એટલા સધ્ધર નથી હોતા,
મળે છે કોઈ એક જ પ્રેમી ને સચી લગન દીલ ની,
બધાયે ઝેર પીનારા ઓ કૈં શંકર નથી હોતા.

Sep
29

શાયરી ૧૭

એ થાસે નારાજ તો વધારે સતાવીશ,
એના વિચારો થકી હુ સપના મા આવીશ,
મે તો લખી નાખ્યુ છે જીવન એના નામે,
એક દિવસ જોઈ લે જો એની પાસે પણ લખાવીશ.

Aug
19

શાયરી ૧૬

ચાહે છે તું પણ જીવું છું તેવા વહેમમાં
મલે છે પ્રેમ નો સાચો અર્થ, જોવું છું તારા નયન માં,
ચાહે તું મને મલે કે ના મલે,
પણ જિંદગી વીતાવીશ તારા પ્રેમ માં.

Aug
18

શાયરી ૧૫

ક્યાં બધું અહીંયા રહી જાય છે ?
બધું સમયની સાથે વહી જાય છે.
મધ દરીયે ડુબેલી નાવો પાછી આવી જાય છે,
જીવનના ઘાવોમાં પણ રુઝ આવી જાય છે,
સાથ મળ્યો મને આપનો – જીવનભર નીભાવજો,
બાકી તો અંધારે પડછાયા પણ સાથ છોડી જાય છે.

Jul
19

શાયરી ૧૪

પ્રેમ કરે એને જગત માફ નથી કરતું,
કોઇ એની સાથે ઇન્સાફ નથી કરતું,
લોકો પ્રેમ ને પાપ કહે છે,
પણ કોણ એવુ છે જે આ પાપ નથી કરતું,

Jan
7

શાયરી ૧૩

હર શ્વાસમાં તારી યાદ મૂકું છું,
મારાથી વધુ વિશ્વાસ તારામાં મૂકું છું,
સાચવજે મારા આ વિશ્વાસને જતનથી,
મારા શ્વાસને તારા વિશ્વાસમાં મૂકું છું.

Jan
7

શાયરી ૧૨

આપી શકે તો તારો પ્યાર માંગુ છું,
સાચા દિલથી તારો સહકાર માંગુ છું,
કરીશ નહી ચિંતા પ્યાર માટે પ્રાણ પણ આપીશ,
રોકડો છે હિસાબ હું ક્યાં ઉધાર માંગુ છું.

Jan
7

શાયરી ૧૧

આ પ્રેમની રમત પણ કમાલ છે,
હાર હોય કે જીત એક સરખી ધમાલ છે,
નિરાળા એના નિયમ નિરાળી એની ચાલ છે,
હારેલા તો ઠીક તેમાં જીતેલા પણ બેહાલ છે.

Jan
5

શાયરી ૧૦

પ્રેમ તો જુનો છે પણ કોણ કબુલાત કરે?
પ્રેમમાં શબ્દો થકી કોણ રજુઆત કરે?
વાત કરવાને છીએ બન્ને તત્પર,
પણ કોણ વાતની શરુઆત કરે?

Google Plus Circle

Subscribe to our Newsletter

To subscribe to our dandy newsletter simply add your email below. A confirmation email will be sent to you!

Categories

Recent Posts

Tags

Partner Sites

Jaherat.com Ayurvedicherbaltips.com