Browsing all articles in જોડકણાં
Feb
25

જોડકણાં – ૭

કડીયો મોટો કારીગર
ને મકાન મોટાં બાંધે;
ઈંટો ઉપર ઈંટો ગોઠવી
સિમેન્ટ વડે સાંધે.

Feb
25

જોડકણાં – ૬

દાદાજીની દાઢી કરવા
વાળંદ ઘેર આવે;
નાનો બાબો જોયા કરતો
સાબુ કેમ લગાવે?

Feb
25

જોડકણાં – ૫

સુથારભાઈ લાકડું લઈને,
કરવત વડે કાપે;
ટેબલ-ખુરસી કરવા માટે
આડું-ઉભું કાપે.

Feb
25

જોડકણાં – ૪

છાતી ઉપર ભૂંગળી મૂકે,
ડોક્ટર તાવ માપે;
જીભ તપાસે, આંખ તપાસે,
પછી દવા આપે.

Feb
25

જોડકણાં – ૩

લાંબી લાકડી ખભે રાખી
ગોવાળ ગાયો ચારે;
પેટ ભરીને ઘાસ ચરાવી
સાંજે ઘેર આવે.

Feb
25

જોડકણાં – ૨

હળ ચલાવે, ખેતર ખેડે,
માટી ખાતર નાખે;
ઠંડી-ગરમી સહન કરીને
ધરતી લીલીછમ રાખે.

Jan
31

જોડકણાં – ૧

ઘર ઘર ઘંટી ફરતી જાય,
બંટી બાજરો દળતી જાય,
હળવી થાય, ભારે થાય,
મીઠા ગીત ગાતી જાય.

Google Plus Circle

Subscribe to our Newsletter

To subscribe to our dandy newsletter simply add your email below. A confirmation email will be sent to you!

Categories

Recent Posts

Tags

Partner Sites

Jaherat.com Ayurvedicherbaltips.com