Browsing all articles in ભજન
Dec
17

અમે મહિયારા રે… ગોકુળ ગામનાં

ame-maiyara-re-gokul-gamna

અમે મહિયારા રે… ગોકુળ ગામનાં
મારે મહિ વેચવાને જાવા
મહિયારા રે… ગોકુળ ગામનાં

મથુરાની વાટ મહિ વેચવાને નીસરી
નટખટ એ નંદકિશોર માગે છે દાણ જી
હે… મારે દાણ દેવા, નઇ લેવા, મહિયારા રે… ગોકુળ ગામના

યમુનાને તીર વ્હાલો વાંસળી વગાડતો
ભુલાવી ભાન સાન ઉંઘથી જગાડતો
હે… મારે જાગી જોવું ને જાવું. મહિયારા રે… ગોકુળ ગામનાં

માવડી જશોદાજી કાનજીને વાળો
દુ:ખડા હજાર દીએ નંદજીનો લાલો
હે… મારે દુ:ખ સહેવા, નઇ કહેવા, મહિયારા રે… ગોકુળ ગામનાં

નરસિંહનો નંદકિશોર નાનકડો કાનજી
ઉતારે આતમથી ભવ ભવનો ભાર જી
નિર્મળ હૈયાની વાત કહેવા, મહિયારા રે… ગોકુળ ગામનાં

Dec
14

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ

akhil-bramhand

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ,
જૂજવે રૂપે અનંત ભાસે;
દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું,
શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે.
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ

પવન તું, પાણી તું, ભૂમિ તું ભૂધરા,
વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે;
વિવિધ રચના કરી અનેક રસ ચાખવા,
શિવ થકી જીવ થયો એ જ આશે.
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ

વેદ તો એમ વદે શ્રુતિ-સ્મૃતિ શાખ દે,
કનક કુંડલ વિષે ભેદ ન હોયે;
ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં,
અંતે તો હેમનું હેમ હોયે.
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ

ગ્રંન્થે ગડબડ કરી, વાત ન ખરી કહી
જેહને જે ગમે તેને તે પૂજે
મન-વચન-કર્મથી આપ માની લહે
સત્ય છે એ જ મન એમ સૂઝે
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ

વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું,
જોઉં પટંતરો એ જ પાસે;
ભણે નરસૈંયો એ મન તણી શોધના,
પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે.
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ

Mar
14

મૈત્રીભાવનું પવિત્ર ઝરણું

મૈત્રીભાવનું પવિત્ર ઝરણું,
મુજ હૈયામાં વહ્યા કરે,
શુભ થાઓ આ સકળ વિશ્વનું,
એવી ભાવના નિત્ય રહે… મૈત્રીભાવનું
ગુણથી ભરેલા ગુણીજન દેખી,
હૈયું મારું નૃત્ય કરે,
એ સંતોના ચરણ-કમળમાં,
મુજ જીવનનું અધર્ય રહે… મૈત્રીભાવનું
દીન દુ:ખી ને ધર્મ-વિહોણા,
દેખી દિલમાં દર્દ રહે,
કરુણાભીની આંખોમાંથી,
અશ્રુનો શુભ સ્ત્રોત વહે… મૈત્રીભાવનું
માર્ગ ભૂલેલા જીવન પથિકને,
માર્ગ ચીંધવા ઊભો રહું,
કરે ઉપેક્ષા એ મારગની,
તોયે સમતા ચીત ધરું… મૈત્રીભાવનું
ચંદ્રભાનુની ધર્મ ભાવના,
હૈયે સૌ માનવ લાવે,
વેર-ઝેરના પાપ તજીને,
મંગળ ગીતો સૌ ગાવે… મૈત્રીભાવનું

Mar
13

જીવન અંજલિ થાજો

જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો.

ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યા નું જળ થાજો,

દીન-દુખિયાનાં આંસુ લ્હોતા અંતર કદી ન ધરાજો.

સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો,

ઝેર જગતના જીરવી જીરવી અમૃત ઉરના પાજો.

વણથાક્યા ચરણો મારાં નિત તારી સમીપે ધાજો,

હૈયાના પ્રત્યેક સ્પંદને તારું નામ રટાજો.

વમળોની વચ્ચે નૈયા મુજ હાલક ડોલક થાજો,

શ્રદ્ધા કેરો દીપક મારો ના કદીયે  ઓલવાજો.

Mar
13

વૈષ્ણવજન તો તેને રે કહીએ

વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે,
પરદુ:ખે ઉપકાર કરે તોએ,
મન અભિમાન ન આણે રે… વૈષ્ણવજન
સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે,
વાચ કાછ મન નિશ્ચય રાખે,
ધન ધન જનની તેની રે… વૈષ્ણવજન
સમદ્રષ્ટિ ને તૃષના ત્યાગી, પરસ્ત્રી જેને માત રે,
જીહ્વા થકી અસત્ય નાં બોલે,
પરધન ન ઝાલે હાથ રે… વૈષ્ણવજન
મોહમાયા વ્યાપે નહિ જેને,
દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રહે,
રામનામ શું તાળી રે લાગી,
સકળ તીરથ તેના તનમાં રે… વૈષ્ણવજન
વણલોભી ને કપટરહિત છે, કામક્રોધ નિવાર્યા રે,
ભણે નરસૈયો તેનું દર્શન કરતાં,
કુળ એકોતેર તાર્યા રે… વૈષ્ણવજન

Mar
12

ઈશ્વર દેખાશે

ishavar dekhase

આંખો પવિત્ર રાખ સાચું તું બોલ,

ઈશ્વર દેખાશે તને પ્રમળનો કોલ,

સત્ય એજ પરમેશ્વર બાપુનો બોધ,

તારામાં પરમેશ્વર છે કે નહી સ્વર્ગ માગું નહી,

મુક્તિ કે નિંદ મેં કયા મજા હે,

દીન કે દુ:ખ ભવ-ભવ મિટાતા રહું

દીન બંધો મુજે યહી વર દે…

Mar
3

શુભ મંગલ હો

shubh-mangal-ho

શુભ મંગલ હો, શુભ મંગલ હો,
શુભ મંગલ-મંગલ-મંગલ હો,… શુભ
નભ મંગલ હો, ધરા મંગલ હો,
ગતિ મંગલ હો, સ્થિતિ મંગલ હો,… શુભ
ગતિ મંગલ હો, પ્રીતિ મંગલ હો,
જીવન કી હરક્ષણ મંગલ હો,
મતિ મંગલ હો, પ્રીતિ મંગલ હો,… શુભ
મતિ મંગલ હો, પ્રીતિ મંગલ હો,
જીવન કી હરકૃતિ મંગલ હો.

Google Plus Circle

Subscribe to our Newsletter

To subscribe to our dandy newsletter simply add your email below. A confirmation email will be sent to you!

Categories

Recent Posts

Tags

Partner Sites

Jaherat.com Ayurvedicherbaltips.com