Browsing all articles in જીવનશૈલી
Oct
25

ચક્કર નો દેશી ઉપચાર

chakkar

 • વરીયાળી તથા ખાંડ સરખે ભાગે લઇ, ચૂર્ણ બનાવી, સવાર-સાંજ લેવાથી ચક્કર બંધ થાય છે.
 • મરીનું ચૂર્ણ ઘી અને સાકરમાં લેવાથી ચક્કર આવતાં બંધ થાય છે.
 • તુલસીના પાન સાથે મરી ચાવવાથી ચક્કર આવતાં બંધ થાય છે.
 • બસમાં ચક્કર આવતા હોય તો તજ અથવા લવિંગ મોંમાં રાખવાં. આંખો બંધ રાખવી.
 • હિંગને શેકીને પાઉડર બનાવવો. તેમાંથી થોડી હિંગ સુવાવડી સ્ત્રીને ઘી સાથે અથવા પાણી સાથે આપવાથી તેને આવતાં ચક્કર તથા પેટનો દુખાવો બંધ થાય છે.
 • પૈતિક આહાર-વિહાર એટલે કે તીખો, ખારો, ખાટો, ઉષ્ણ, તીક્ષ્ણ મસાલા તેજાના યુક્ત આહાર, ક્રોધ, તાપ, અગ્નિ વગેરેનું સેવન ન કરવું.
 • વાયુને કારણે ચક્કર આવતાં હોય તો સૂંઠ અને ઘી ગોળ ખાવા.
 • શેકેલી હિંગ ઘી સાથે લેવાથી ચક્કર આવતાં બંધ થાય છે.
 • પીપરી મૂળ અને સિંધવ છાશમાં વાટીને પીવાથી ચક્કર સાથે કંપવા પાન મટે છે.
 • ચક્કર આવતાં હોય તો ડુંગળી કે એમોનીયા સુંઘાડવા.
 • માલકાકણી સાકરનું ચૂર્ણ લેવાથી ચક્કર આવતાં બંધ થાય છે.
Jan
11

મકર સંક્રાંતિ (ઉત્તરાયણ)

makarsankranti

ભારતમાં ઉત્તરાયણની શરૂઆત મકર સંક્રાતિ તરીકે ઉજવવામાં આવે છે. ભારત સરકાર દ્વારા આ તહેવારને રાષ્ટ્રીય તહેવાર ઘોષિત કરવામાં આવેલો છે. મકર સંક્રાંતિ એ ભારતનો કૃષક તહેવાર છે. ભારત અને એશિયાનાં અન્ય દેશોમાં પણ આ દિવસને પાકની લણણી સાથે જોડવામાં આવ્યો છે. સૂર્ય એક રાશીમાંથી બીજી રાશીમાં સ્થાનાંતર કરે તેને સંક્રાંતિ કહે છે. આ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાન્તિઓ થાય છે. પરંતુ સૂર્ય ધનુ રાશી માંથી મકર રાશીમાં સ્થાનાંતર કરે છે. ત્યારે ઉત્તરાયણ શરૂ થાય છે કારણકે આ સમયે સૂર્ય પૃથ્‍વી આજુબાજુની પોતાની પરિભ્રમણ દિશામાં પણ પરિવર્તન કરી થોડોક ઉત્તર દિશા તરફ ખસે છે. આમ, સૂર્ય ઉત્તર તરફ ખસતો હોવાથી આ દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તરાયણને શુભ મુહુર્ત માનવામાં આવે છે, આથી મકર સંક્રાતિને આ શુભ સમયની શરૂઆત રૂપે ઉજવવામાં આવે છે. અલગ અલગ સંસ્કૃતિઓમાં આ ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવે છે.

મકર સંક્રાંતિ ની પરંપરા

મકર સંક્રાતિનો મહત્વપુર્ણ સમય, પરિવર્તનનો, જુનું તજી અને નવું અપનાવવાનો સમય છે. ગુજરાતમાં આ સમયે છડેલા ધાન્યની અને તલની મિઠાઇઓ, ખાધ પદાર્થો બનાવી અને દાન કરવામાં આવે છે. ગુજરાતમાં આ દિવસે ઘઉં, બાજરી કે જુવારને છડીને તેનો ખીચડો બનાવવામાં આવે છે, બહેન-દિકરી તથા અન્ય લોકોને ખીચડો ખવડાવવાથી પુણ્ય મળે છે તેવી માન્યતા ગુજરાતીઓમાં પ્રવર્તે છે આ ઉપરાંત ઘઉંની ધુધરી કરીને ગાયોને ખવડાવવામાં આવે છે.

ભારતનાં અન્ય પ્રાંતોમાં આજનાં દિવસે માલિક પોતાનાં નોકરોને અન્ન,વસ્ત્ર અને ધન વગેરે સામગ્રી દાન-ભેટ સ્વરૂપે આપે છે.મકર સંક્રાતિનાં પછીનાં દિવસે પશુ-પ્રાણીઓ,ખાસતો ગાયને પણ યાદ કરાય છે.નાની બાળાઓનાં હસ્તે પશુ,પક્ષી અને માછલીઓને ભોજન ખવડાવાય છે. આ દિવસે યાત્રા-પ્રવાસ કરવો અનુચિત મનાય છે, કારણકે આ દિવસ કુટુંબ-પરિવારનાં મિલન અને પરિવાર માટે સમર્પણનો છે. આ દિવસે ગુરુજનો પોતાનાં શિષ્યોને આશિષ આપે છે.

આનંદ અને પતંગનો તહેવાર ઉત્તરાયણ

ઉત્તરાયણ શબ્દ,બે સંસ્કૃત શબ્દ ઉત્તર(ઉત્તર દિશા) અને અયન(તરફની ગતી) ની સંધી વડે બનેલ છે. ઉત્તરાયણ (મકર સંક્રાન્તિ) એ દિવસ છે જ્યારે સૂર્ય ઉત્તર ગોળાર્ધ તરફ ખસે છે, અને આ ઉનાળો શરૂ થવાનો સંકેત છે. તમામ ઉંમરનાં લોકો હ્રદયમાં ખુશી અનુભવતા, સુંદર વસ્ત્ર પરિધાન કરી અને વહેલી સવારથી પોતાના ઘરની અગાશીઓ પર ચઢી જાય છે.

આ સુંદર દિવસે લાખો લોકો છત અને અગાશીઓ પર ચઢી હર્ષ અને ઉલ્લાસભેર પતંગ ઉડાડવાનો આનંદ માણે છે. આખો દિવસ “કાપ્યો છે!” “એ કાટ્ટા!” “લપેટ લપેટ” જેવી વિવિધ કિકિયારીઓ સાંભળવા મળે છે. આકાશ ઇન્દ્રધનુષની માફક રંગબેરંગી પતંગો વડે છવાઇ જાય છે. ગુજરાતીઓ આ દિવસે તલ સાંકળી(તલ અને ગોળ માંથી બનાવેલી વાનગી) અને ‘ચિકી‘ (એક મિઠાઇ) ખુબ ખાય અને ખવડાવે છે.

ગુજરાત રાજ્ય તેની સાંસ્કૃતિક વિવિધતા અને તહેવારો માટે જાણીતું છે. આમાં ઉતરાયણ એ બધા લોકો માટે મહત્વનાં તહેવારોમાંનો એક છે. આ એક હળીમળીને સંયુક્ત રીતે આનંદ માણવાનો તહેવાર છે. લોકો આખો દિવસ પોતાની પતંગ ઉડાડવાની કલાનું અન્ય ઉડતી પતંગોને કાપીને પ્રદર્શન કરે છે. રાત્રે પણ આ ક્રમ આનંદભેર ચાલતો રહે છે. શોખીનો રાત્રે કાળા અંધારા આકાશમાં સફેદ પતંગો અથવા પતંગ સાથે બાંધીને ‘ફાનસ’ (કાગળનો દિવો) ઉડાડે છે જેને અમદાવાદમાં ‘ટુક્કલ’ તરિકે ઓળખવામાં આવે છે. ઉતરાયણનો બીજો દિવસ (૧૫ જાન્યુઆરી) ‘વાસી ઉત્તરાયણ‘ તરીકે મનાવાય છે. આમ સતત બે દિવસ આ આનંદમય તહેવારની ઉજવણી ચાલે છે.

Dec
29

ઓનલાઈન વાંચો ગુજરાતી સમચારપત્રો

gujarati-newspaper

હા… આજનો જમાનો છે સમાચાર નો અને આપને ગમે ત્યાં રહેતા હોઈએ પણ આપને આપના દેશ કે માતૃભૂમિ નાં સમાચાર તો જાણવા જોઈએ જ. અત્યારના યુગ માં ઈન્ટરનેટ અને વેબસાઈટ વિશે તો બધા જાણતા હોય છે. જો તમારે ગુજરાતી છાપાંનાં સમાચારો ઓનલાઈન જોવા હોય તો દિવ્યભાસ્કર, સંદેશ, ગુજરાત સમાચાર જેવી અનેક છાપાંઓ ની વેબસાઈટ જોવો અને ગુજરાતી સમાચાર વાંચો.

divyabhaskar

દિવ્ય ભાસ્કર

લીંક – www.divyabhaskar.com

sandesh

સંદેશ

લીંક – www.sandesh.com

gujarat-samachar

ગુજરાત સમાચાર

લીંક – www.gujaratsamachar.com

jayhind

જયહિન્દ

લીંક – www.jaihinddaily.com

sambhav

સમભાવ

લીંક – www.sambhaav.com

akila

અકિલા

લીંક – www.akilaindia.com

nobat

નોબત

લીંક – www.nobat.com

sanj-samachar

સાંજ સમાચાર

લીંક – www.sanjsamachar.co.in

kutch-mitra

કરછ મિત્ર

લીંક – www.kutchmitradaily.com

mumbai-samachar

મુંબઈ સમાચાર

લીંક – www.bombaysamachar.com

Dec
23

ઝૂલતા મિનારા (Sidi Bashir Mosque)

jolta-minara

ઝૂલતા મિનારા ગુજરાત રાજ્યના અમદાવાદ કે જે એક સમયે રાજ્યની રાજધાની હતી, તે શહેરમાં આવેલું પુરાતન સ્થાપત્ય છે. આ સ્થાપત્યનું નિર્માણ મોગલ શૈલીમાં કરવામાં આવેલું છે. એક મિનારા પર ચડીને એને હલાવવાથી બીજો મિનારો પણ થોડી ક્ષણોમાં હલે છે તેથી આ મિનારાનું નામ ઝૂલતા મિનારા પડ્યું છે. અમદાવાદમાં સારંગપુર-ગોમતીપુરમાં રેલ્વે સ્ટેશનની બહારનાં ભાગે આવેલા આ મિનારા ત્રણ માળનાં બનેલા છે અને તેના છજાઓમાં બારીક નકશીકામ કરવામાં આવ્યું છે.

ઇતિહાસ

અમદાવાદમાં સીદી બશીરની મસ્જિદમાં આવા મિનારા બાંધવામાં આવ્યા હતાં, જે સુલતાન અહમદ શાહનાં ગુલામ સીદી બશીરે બાંધ્યા હતાં તેમ માનવામાં આવે છે. અન્ય એક મત મુજબ સુલતાન મહમદ બેગડાનાં શાસન દરમિયાન મલિક સારંગ નામના એક ઉમરાવે તે બંધાવ્યા હતાં. મિનારાવાળી આ મસ્જિદનું બાંધકામ ૧૪૫૨માં પૂર્ણ થયું હતું

મિનારા

એક મિનારા પર ચઢીને તેને હળવેથી હલાવતા બીજો મિનારો થોડી ક્ષણો પછી આપોઆપ હલે છે, અને આ કંપનની અસર બન્ને મિનારાઓની વચ્ચેની જગ્યા પર જોવા મળતી નથી. આ કંપનનું સાચું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. મોનિયર એમ. વિલિયમ્સ નામના અંગ્રેજ સંસ્કૃત વિદ્વાનને ૧૯મી સદીમાં મિનારાઓની આ લાક્ષણિકતાની સૌપ્રથમ જાણ થઈ હતી

અન્ય મિનારા

રાજ બીબીની મસ્જિદમાં પણા આવા મિનારાઓ આવેલા છે, જેમાંનો એક બ્રિટિશરોએ સંશોધન કરવા માટે છૂટો પાડ્યો હતો, પરંતુ તેમનાં સંશોધનમાં તેઓ કશું જાણી ના શક્યા અને ના તો તેઓ તે મિનારાને પાછો ઉભો કરી શક્યા. આ ઉપરાંત ઇરાનનાં ઇસફહાનમાં પણ આ પ્રકારના મિનારા છે, જે મોનાર જોનબન તરીકે જાણીતા છે. મોનાર જોનબનનો શબ્દશ: અર્થ થાય છે ઝૂલતા મિનારા

Dec
9

કેલરી (calorie)

કેલરી એટલે શું ?

એક ગ્રામ પાણીનું તાપમાન એક ડીગ્રી સે. જેટલું વધારવા માટે વપરાતી શક્તિને કેલરી (calorie) કહેવામાં આવે છે. આપણા શરીરમાં થતો શક્તિનો સંચય અને વપરાશ કેલરીમાં જ માપવામાં આવે છે. જોકે શરીરમાં કેલરીના ફેરફાર એટલા મોટા પાયે થતા હોય છે કે સાદો કેલરીનો માપદંડ નાનો પડે છે એટલે એક હજાર કેલરીનો એક એકમ – કિલોકેલરી વાપરવામાં આવે છે.

રોજ કોને કેટલી કેલરી જોઈએ?

મહિલાઓ

હળવું કામ કરતી ગૃહિણી – ૨૦૦૦ કેલરી

મધ્યમ કામ કરતી મહિલા – ૨૩૦૦ કેલરી

ભારે કામ કરતી મહિલા – ૩૦૦૦ કેલરી

ગર્ભવતી મહિલા (છેલ્લા ૩ માસ) – ૨૩૦૦ કેલરી

સત્નપાન કરાવતી મહિલા – ૨૭૦૦ કેલરી

બાળકો

૦૧ થી ૦૬ માસ પ્રતિ કિલોગ્રામના વજન પ્રમાણે – ૧૨૦ કેલરી

૦૭ થી ૧૨ દર કિલોગ્રામના – ૧૦૦ કેલરી

પુરુષ

હળવું કામ કરતા પુરુષ – ૨૩૦૦ કેલરી

મધ્યમ કામ કરતા પુરુષ – ૨૭૦૦ કેલરી

ભારે કામ કરતા પુરુષ – ૩૨૦૦ કેલરી

જુદી જુદી પ્રવૃત્તિઓમાં શક્તિ વપરાશ

ક્રિયા કિ.કેલરી/કલાક ક્રિયા કિ.કેલરી/કલાક
સુતાં-સુતાં ૬૦ દાદરા ઉતરતાં ૪૯૦
બેઠાં-બેઠાં ૯૦ દાદરા ચઢતાં ૭૨૦
ઊભાં-ઊભાં ૧૪૦ જોગિંગ (૧૦ કિ.મી./કલાક) ૮૦૦
ગાડી ચલાવતાં ૧૮૦ દોડતાં (૧૬ કિ.મી./કલાક) ૧,૨૬૦
ઘર-કામ ૨૧૦ ડા(ન્સંગ ૪૯૦
લટાર મારતાં / બાગ-કામ ૩૦૦ ટેનિસ ૫૦૦
ચાલતાં (૫.૫ કિ.મી./કલાક) ૩૦૦ તરતાં ૩૬૦
ચાલતાં (૧૦ કિ.મી./કલાક) ૬૦૦ તરતાં (બ્રેસ્ટ સ્ટ્રોક) ૭૮૦
સાઇક્લિંગ (૧૦ કિ.મી./કલાક) ૨૫૦ દોરડાં કુદતાં ૭૮૦
સાઇક્લિંગ (૧૫ કિ.મી./કલાક) ૫૫૦ ફુટબોલ ૭૨૦

વાનગીઓમાં કેલરી

વાનગી વજન(ગ્રામ) શક્તિ
(કિ.કેલરી)
કાર્બોહાઇડ્રેટ
(ગ્રામ)
પ્રોટીન
(ગ્રામ)
ચરબી
(ગ્રામ)
રોટલી (ઘી વગર) ૨૫ ૯૦ ૧૮ ૦.૪
રોટલો (ઘી વગર) ૧૦૦ ૪૪૦ ૬૯.૫ ૧૧.૬
ભાખરી (મોણવાળી) ૫૦ ૧૬૬ ૨૫ ૪.૧
પૂરી ૧૫ ૭૦ ૧૦ ૧.૫ ૩.૫
ભાત (૧ વાટકી) ૫૦ ૧૭૫ ૩૯ ૩.૪ ૦.૩
ખીચડી ૧૦૦ ૨૧૫ ૪૫.૩ ૬.૬ ૧.૩
દાળ (૧ વાટકી) ૧૫૦ ૮૪ ૧૫ ૦.૪
કઠોળ (૧ વાટકી) ૫૦ ૧૬૯ ૨૮ ૧૨ ૦.૬
શાક (બટાકા) ૧૦૦ ૧૪૨ ૨૨.૬ ૧.૬ ૫.૧
શાક (ભીંડા) ૧૦૦ ૧૬૧ ૧૨.૧ ૩.૯ ૧૦.૭
શાક (કોબી) ૧૦૦ ૯૯ ૫.૫ ૨.૨ ૭.૬
છાશ (૧ ગ્લાસ) ૨૦૦ ૩૦ ૧.૬ ૨.૨
ચા (૧ કપ) ૧૫૦ ૭૮ ૨.૭ ૨.૧ ૩.૨
ખાખરો (ઘી સાથે) ૨૫ ૧૦૪ ૧૫ ૧.૬૫ ૪.૨

 

Google Plus Circle

Subscribe to our Newsletter

To subscribe to our dandy newsletter simply add your email below. A confirmation email will be sent to you!

Categories

Recent Posts

Tags

Partner Sites

Jaherat.com Ayurvedicherbaltips.com