Browsing all articles in રમૂજ
Feb
9

રમૂજ ૨૨

એક ફેરિયાએ બૂમ પાડી: ‘ચપ્પુ, કાતરને ધાર કઢાવો.’

ત્યારે એક યુવતીએ પૂછ્યું: ‘શું અક્કલને પણ ધાર કાઢો છો ?’

‘જી હા’ ફેરિયાએ કહ્યું: ‘પણ શરત એટલી કે તે તમારી પાસે હોવી જોઈએ.’

Feb
9

રમૂજ ૨૧

એક સ્ત્રી કાછિયાને કહેતા હતી: જો શાકભાજી ખરાબ નીકળશે તો રાંધેલાં પાછાં લાવીશ.

કાછિયાએ જણાવ્યું: તો પછી એમ કરજો. સાથે બેચાર રોટલીઓ પણ લેતાં આવજો.

Feb
9

રમૂજ ૨૦

શિક્ષક: તારે કેટલી આંગળી છે ?

વિદ્યાર્થી: દશ.

શિક્ષક: શાબાશ, આ દશમાંથી ચાર આંગળીઓ જતી રહે તો તારી પાસે શું રહેશે ?

વિદ્યાર્થી: તો સર મારે હોમવર્ક કરવાનું રહેશે નહિ !

Dec
13

રમૂજ ૧૯

છોકરીએ બોયફ્રેન્ડને બનાવ્યો મામુ,

રાત્રે ૧૨ વાગ્યે છોકરીએ એનાં બોયફ્રેન્ડને કોલ કરીને કહ્યું,

મારા ઘરે કોઇ નથી.

બોયફ્રેન્ડ જ્યારે તેનાં ઘરે પહોંચ્યો તો ખરેખર ત્યાં કોઇ નહતું,

ઘરને તાળુ મારેલું હતું.

Oct
25

રમૂજ ૧૮

શીલા: મને એની સાથે બીજી નજરે પ્રેમ થયો હતો.

બહેનપણીઃ બીજી નજરે ? એટલે ?

શીલાઃ પહેલી નજરે મેં એને રસ્તો ક્રોસ કરતા જોયો અને બીજી નજરે એને એની ઔડી કારમાં બેસતા જોયો.

Oct
19

રમૂજ ૧૭

આઇન્સ્ટાઇન અને મિ. બિન પ્લેનમાં એકબીજાની સાથે બેઠા હતા, પ્રવાસ ખુબ જ લાંબો હતો.

આઈન્સ્ટાઈને કહ્યું ચાલો આપણે એક રમત રમીએ.

હું તમને સવાલ પૂછીશ જો તમને જવાબ ના આવડે તો તમારે મને પાંચ ડોલર આપવાના અને જો મને જવાબ ના આવડે તો હું તમને પાંચસો ડોલર આપીશ.

આઈન્સ્ટાઈને પહેલો સવાલ પૂછ્યોઃ પૃથ્વીથી ચંદ્ર વચ્ચેનું અંતર કેટલું છે?

મિ.બિન કાંઈ બોલ્યો નહિ ખિસ્સામાંથી પાંચ ડોલર કાઢીને આપી દીધા.

હવે મિ. બીનનો વારો હતો

એણે આઈન્સ્ટાઈન ને પૂછ્યું: એવું શું છે જે ટેકરી પર ત્રણ પગે જાય છે અને પાછું નીચે આવે છે ત્યારે ચાર પગ હોય છે?

આઈન્સ્ટાઈને ઈંટરનેટ પર સર્ચ કર્યું, પોતાના બધાજ હોંશિયાર મિત્રોને પૂછ્યું.

આખરે એક કલાક પછી એણે મિ.બીનને પાંચસો ડોલર આપ્યા.

થોડી વાર પછી આઈન્સ્ટાઈને કુતુહલથી પુછ્યું કે: એવું શું છે જે ત્રણ પગે ઉપર જાય અને ચાર પગે પાછું આવે છે?

મિ.બીને ખિસ્સામાંથી કાઢીને આઈન્સ્ટાઈન ને પાંચ ડોલર આપી દીધા !

 

Oct
16

રમૂજ ૧૬

છોકરીએ તેનાં બોયફ્રેન્ડને ફોન કર્યો, પણ ફોન બોયફ્રેન્ડનાં નાના ભત્રીજાએ ઉપાડ્યો.

છોકરી: તારા અંકલને ફોન આપને બેટા.

ભત્રીજો: તમારૂં નામ?

છોકરી: તારા અંકલને કહે કે એમની જાનેમનનો ફોન છે.

છોકરાએ જે જવાબ આપ્યો તે સાંભળી છોકરી બેભાન થઇ ગઇ.

છોકરાએ ભોળપણમાં કહ્યું: પણ આન્ટી મોબાઇલમાં તો તમારું નામ ‘નવરી બજાર‘ લખેલું છે!

Oct
7

રમૂજ ૧૫

પત્ની : ‘કહું છું સાંભળો છો ?’

પતિ : ‘હં…..’

પત્ની : ‘અત્યારે માર્કેટમાં તેજી ઘણી છે. તમે
પ્રોપર્ટીમાં ઈન્વેસ્ટ કરો….’

પતિ : ‘પહેલાં તું પ્રોપર-ટી (ચા) તો બનાવતા શીખ,
પછી મને પ્રોપર્ટીની શિખામણ આપજે…!’

Sep
24

રમૂજ ૧૪

એકવાર એક સાસુ એમના જમાઇઓને એમના પર કેટલો પ્રેમ છે એ જાણવા દરિયામાં કુદી પડ્યા.

પહેલા જમાઇએ સાસુને બચાવી લીધા.

સાસુએ ખુશ થઇને એ જમાઇને મારુતિ આપી.

બીજા દિવસે ફરીથી સાસુ દરીયામાં કુદી.

આ વખતે બીજા જમાઇએ બચાવી લીધા.

સાસુએ એને પણ ખુશ થઇને બાઇક આપી.

ત્રીજા દિવસે ત્રીજી વાર સાસુ દરીયામાં કુદી.

પણ ત્રીજા જમાઇને થયું કે હવે તો મને ઇનામમાં સાઇકલ જ મળશે.

એમ સમજી સાસુને ના બચાવી…. સાસુ મરી ગઇ.

પણ એના બીજા જ દિવસે એ ત્રીજા જમાઇને મર્સીડીઝ મળી… બોલો…

સસરાએ આપી…

Sep
17

રમૂજ ૧૩

એક માણસે પોતાના ખંડમાં ચારે તરફ પ્રાર્થનાઓ ચોંટાડી હતી.

એ જોઈ એના મિત્રએ પૂછ્યુ:  ‘તું દરરોજ આટલી બધી પ્રાર્થનાઓ કરે છે ?’

ના, ના. ભગવાનને પ્રાર્થના કરું છું કે આ બધી વાંચી લે.  મને પ્રાર્થના કરવાનો બહુ કંટાળો આવે છે

Google Plus Circle

Subscribe to our Newsletter

To subscribe to our dandy newsletter simply add your email below. A confirmation email will be sent to you!

Categories

Recent Posts

Tags

Partner Sites

Jaherat.com Ayurvedicherbaltips.com