અમારા વિશે

ગુર્જરનગરીનાં દરબારમાં આપનું સ્વાગત છે.

ગુર્જરનગરી.કોમ એ એક અલગ પ્રકાર નું ગુજરાતી પોર્ટલ છે. ગુર્જર નગરી ૩-માર્ચ  ૨૦૧૨ થી શરુ કરવામાં આવ્યું છે. ગુર્જરનગરી.કોમ વેબસાઈટનો મુખ્ય હેતુ એ છે કે ગુજરાતી ભાષા, કળા અને ગુજરાતી જીવનશૈલી  ને  દેશ- વિદેશમાં ગુજરાતી લોકો સુધી પહોચાડવી અને ગુજરાતની ગરિમા જાળવી ગુજરાત નું ગૌરવ વધારવાનું છે. ગુર્જરનગરી માં તમે જાત-ભાતની ગુજરાતી સાહિત્ય, લોકમેળા, રમૂજ, કળા, ગુજરાતી જીવનશૈલી જેવી અવનવી જાણકારીઓ પ્રાપ્ત કરી શકો છો.

ગુર્જરનગરી.કોમમાં ગુજરાતી ભાષા ને લગતો અખૂટ ખજાનો છે જે ગુજરાતી ભાષાના રસિકો માટે તો મનપસંદ રસથાળ છે. ગુજરાતી સાહિત્ય જેવું કે સુવિચાર, કહેવતો, ભજન, ગઝલ, ઇતિહાસ, રમૂજ, વાર્તા, ઉખાણાં વગેરે નો થાળ પીરસવામાં આવ્યો છે.

ગુજરાતી કળા એ તો દેશ વિદેશમાં પોતાનું ધ્યાન ખેચ્યું છે. ગુર્જરનગરીમાં આ ગુજરાતીઓ ની કળા ને એ અલગરૂપ આપી પ્રદર્શિત કરવામાં આવી છે. ગુજરાતી કળા જેવી કે ભવાઈ કળા, ભરત કળા, રંગોળી કળા, નૃત્ય કળા, મહેંદી કળા ને પ્રદર્શિત કરી ગુજરાતી કળા નું દેશ વિદેશમાં ધ્યાન ખેચ્યું છે.

ગુજરાતી લોકોની જીવનશૈલી આધારીત ગુર્જરનગરી.કોમ વેબસાઈટ પર લેખો મુકવામાં આવ્યા છે. આરોગ્ય, વિજ્ઞાન અને ટેકનોલોજી, ફેશન જગત ને આધારીત લેખો મુકવામાં આવ્યા છે જે ગુજરાતી વાચકો માટેની અવનવી જાણકારી છે.

ગુર્જરનગરી.કોમ વેબસાઈટ પર મનોરંજન અને જાણવા જેવું  વિભાગ પણ શરુ કરવામાં આવ્યો છે કે જે ગુર્જરનગરીનાં વાચકોને મનોરંજન પૂરું પાડે છે.

વધારે ગુર્જરનગરીની માહિતી જોઈતી હોય તો અમારો સંપર્ક કરવો. સંપર્ક કરવા માટે બાજુની લીંક પર કલીક કરો. [સંપર્ક કરો]

Google Plus Circle

Subscribe to our Newsletter

To subscribe to our dandy newsletter simply add your email below. A confirmation email will be sent to you!

Categories

Recent Posts

Tags

Partner Sites

Jaherat.com Ayurvedicherbaltips.com